સ્વિસ-ઇન્ડિયન અબજોપતિ પંકજ ઓસ્વાલની પુત્રીની યુગાન્ડામાં અટકાયત, UNમાં અપીલ

સ્વિસ-ઇન્ડિયન અબજોપતિ પંકજ ઓસ્વાલની પુત્રીની યુગાન્ડામાં અટકાયત, UNમાં અપીલ

સ્વિસ-ઇન્ડિયન અબજોપતિ પંકજ ઓસ્વાલની પુત્રીની યુગાન્ડામાં અટકાયત, UNમાં અપીલ

Blog Article

સ્વિસ- ઇન્ડિયન બિલિયોનેર ઉદ્યોગપતિ પંકજ ઓસવાલે યુગાન્ડામાં તેમની 26 વર્ષની પુત્રીની કથિત રીતે ગેરકાયદે અટકાયતમાં રાખવા બદલ સંયુક્ત રાષ્ટ્રમાં હસ્તક્ષેપ માટે અપીલ દાખલ કરી હતી.

યુગાન્ડામાં ઓસ્વાલના એક્સ્ટ્રા-ન્યુટ્રલ આલ્કોહોલ (ENA) પ્લાન્ટમાંથી વસુંધરા ઓસવાલને લગભગ 20 સશસ્ત્ર માણસોએ અટકાયતમાં લીધી હતી. આ સમયે ઓળખ કે વોરંટ રજૂ કર્યું ન હતું. લાપતા બનેલા એક વ્યક્તિના કથિત કેસમાં તેને 1 ઓક્ટોબરના રોજ અટકાયતમાં લેવામાં આવી હતી. તેથી આ સપ્તાહે યુનાઇટેડ નેશન્સ વર્કિંગ ગ્રૂપ ઓન આર્બિટરી ડિટેન્શન (WGAD)માં તાત્કાલિક અપીલ દાખલ કરાઈ હતી.

વસુંધરાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરની એક પોસ્ટમાં “ગેરકાયદેસર અટકાયત અને ધરપકડ”ની વિગતવાર માહિતી આપવામાં આવી હતી, જેમાં ફ્લોર પર લોહી અને મળ સાથેનું શૌચાલય દર્શાવવામાં આવ્યું હતું.પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેને 90 કલાકથી વધુ સમય સુધી પગરખાંથી ભરેલા રૂમમાં બેસી રહેવાની ફરજ પાડવામાં આવી હતી અને લગભગ પાંચ દિવસ સુધી તેને સ્નાન કરવાની કે કપડાં બદલવાની મંજૂરી આપવામાં આવી ન હતી. મહિલાને સ્વચ્છ પાણી અને યોગ્ય ખોરાક જેવી પ્રાથમિક જરૂરિયાતો નકારવામાં આવી હતી, સૂવા માટે એક નાની બેન્ચ આપવામાં આવી હતી.

EU રિપોર્ટરે જણાવ્યું હતું કે વસુંધરાને શાકાહારી ખોરાકનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને તેના પરિવાર અને વકીલોને મળવા દેવામાં આવી ન હતી.

તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરની બીજી પોસ્ટમાં વસુંધરાને “વર્કોહોલિક” તરીકે વર્ણવતા તેના ભાઈને ટાંકવામાં આવ્યો હતો. તેને યુગાન્ડાના લુવેરોમાં “2021માં ખાલી જમીન પરના નાના તંબુ”માંથી $110 મિલિયનનો ENA પ્લાન્ટ વિકસાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે એક 68-વર્ષીય વ્યક્તિની કોર્પોરેટ ઈર્ષ્યાને કારણે તેને અટકાયતામાં લેવામાં આવી હતી. આ 68 વર્ષીય વ્યક્તિએ ઓસ્વાલના પૈસા પડાવી લેવા અને તેમની પ્રતિષ્ઠાને નુકસાન કરવાનો પ્રયાસ કર્યો હતો.

વસુંધરાના ભાઈએ વધુમાં દાવો કર્યો હતો કે અદાલતના આદેશ છતાં સત્તાવાળાઓએ વસુંધરાને મુક્ત કરી ન હતી અને તેના બદલે તેને લુક કોર્ટમાં લઈ ગઇને તેના પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

દરમિયાન વસુંધરાની માતા રાધિકા ઓસ્વાલે યુગાન્ડાની સરકારને કરેલી અપીલમાં જણાવ્યું હતું કે મારી યુવાન પુત્રીને વિદેશની જેલમાં ધકેલી દેવામાં આવી છે. તેના મૂળભૂત માનવ અધિકારો અને તેની ગરિમા છીનવાઈ ગઈ છે. વસુંધરા  નિર્દોષ છે.

બીજી તરફ મોનિટરે દાવો કર્યો હતો કે પીઆરઓ ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને કંપનીના વકીલ વસુંધરાને સાત વર્ષથી પરિવાર માટે કામ કરતા રસોઇયા મુકેશ કુમાર મેનારિયાને મારવાના ઈરાદા સાથે અપહરણ કરવાના આરોપમાં જેલમાં મોકલવામાં આવી છે.

Report this page